પીએમઇન્ડિયા

પ્રધાનમંત્રીનું જીવન ચરિત્ર

know_the_pm

નરેન્દ્ર મોદીએ ૨૬ મે, ૨૦૧૪ના રોજ ભારતના પ્રધાનમંત્રી પદની શપથ લીધી અને તેઓ ભારતના એવા પહેલા પ્રધાનમંત્રી બન્યા જેમનો જન્મ આઝાદી પછી થયો હોય. ઉર્જાવાન, સમર્પિત અને દ્રઢ નિશ્ચયવાળા નરેન્દ્ર મોદી ૧ અરબથી વધુ ભારતીયોની આકાંક્ષાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરે છે.

મે, ૨૦૧૪માં પોતાનું પદ સંભાળવાના સમયથી જ, પ્રધાનમંત્રી મોદી ચોતરફ અને સમાવેશી વિકાસની યાત્રા પર નિકળી પડ્યા છે. જ્યાં દરેક ભારતીય પોતાની આશા અને આકાંક્ષા પૂરી કરી શકે. તેઓ અંત્યોદય, અર્થાત્ અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના સિદ્ધાંતથી અત્યાધિક પ્રેરિત છે.

નવીન વિચારો અને પહેલોના માધ્યમથી સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે પ્રગતિની રફતાર ઝડપી હોય અને વિકાસના પરિણામો દરેક નાગરિક સુધી પહોંચે. આજે શાસન ખુલ્લુ સરળ અને પારદર્શી થઈ ચૂક્યું છે.

એક અનોખી પહેલમાં, પ્રધાનમંત્રી જન ધન યોજના એ સુનિશ્ચિત કરવાની દિશામાં અભૂતપૂર્વ બદલાવ લઈને આવી છે, જેનાથી દેશના નાણાકીય તંત્રમાં દરેક નાગરિક સામેલ થઈ શકે. કારોબારને સરળ બનાવવા પર ફોકસની સાથે સાથે ‘મેક ઈન ઈન્ડિયા’ના તેમના સશક્ત આહ્વાનથી રોકાણકારો અને ઉદ્યમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉદ્યમનો સંચાર થયો છે. શ્રમ સુધારાઓ અને ‘શ્રમેવ જયતે’ અંતર્ગત શ્રમની ગરિમાને લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં રોકાયેલા અનેક કામદારોનું સશક્તિકરણ થયું છે અને આપણાં કુશળ યુવાઓને પણ પ્રેરણા મળી છે.

એક અન્ય પહેલમાં સરકારે ભારતના લોકો માટે ત્રણ સામાજિક સુરક્ષા યોજનાની શરૂઆત કરી અને સાથે વયસ્કો માટે પેન્શન તેમજ ગરીબોને વીમા કવર આપવા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. જુલાઈ 2015માં પ્રધાનમંત્રીએ ડિજીટલ ભારતના નિર્માણ માટે ડિજીટલ ભારત મિશન શરૂ કર્યું, જે લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે મહત્વનો ભાગ ભજવશે.

l2014100257537

૨ ઓક્ટોબર, ૨૦૧૪થી મહાત્મા ગાંધીની જયંતિ પર પ્રધાનમંત્રીએ ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી, જે સંપૂર્ણ રાષ્ટ્રમાં સ્વચ્છતા માટે એક જનઆંદોલન છે. આ અભિયાનની વ્યાપકતા તેમજ પ્રભાવ ઐતિહાસિક છે.

નરેન્દ્ર મોદીની વિદેશી નીતિની પહેલોથી વૈશ્વિક મંચ પર વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની વાસ્તવિક ક્ષમતા તેમજ ભૂમિકા સ્થાપિત થઈ છે. તેમણે બધા સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની ઉપસ્થિતિમાં પોતાના કાર્યકાળની શરૂઆત કરી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આપવામાં આવેલા તેમના ભાષણની દુનિયાભરમાં પ્રશંસા થઈ. નરેન્દ્ર મોદી ભારતના એવા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા, જેમણે ૧૭ વર્ષના લાંબા અંતરાળ બાદ નેપાળ, ૨૮ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા, ૩૧ વર્ષ બાદ ફિઝી અને ૩૪ વર્ષ બાદ સેશેલ્સની દ્વિપક્ષીય યાત્રા કરી. પદભાર ગ્રહણ કર્યા બાદથી નરેન્દ્રમોદીએ સંયુક્ત રાષ્ટ્ર, બ્રિક્સ, સાર્ક અને જી-૨૦ શિખર સંમેલનોમાં ભાગ લીધો. જ્યાં અનેક પ્રકારના વૈશ્વિક આર્થિક અને રાજનૈતિક મુદ્દા પર ભારતના કાર્યક્રમો તેમજ વિચારોની વ્યાપક સરાહના થઈ. તેમની જાપાન યાત્રાથી ભારત-જાપાન સંબંધોમાં નવા યુગની શરૂઆત થઈ. તેઓ મંગોલિયાની યાત્રા કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા અને ચીન તેમજ દક્ષિણ કોરિયાની તેમની યાત્રાઓ ભારતમાં રોકાણ લાવવાની દ્રષ્ટિએ સફળ રહી છે. તેમની ફ્રાન્સ અને જર્મનીની યાત્રા દરમિયાન યુરોપની સાથે તેમની નિરંતર વાતચીત જોવા મળી.

શ્રી નરેન્દ્ર મોદી આરબ વિશ્વ સાથેના ગાઢ સંબંધોને અત્યંત મહત્વ આપે છે. ઓગષ્ટ, 2015માં તેમની યુએઈની યાત્રા, 34 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ, ને કારણે ગલ્ફ સાથે ભારતની આર્થિક ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો. જુલાઈ, 2015માં શ્રી મોદીએ પાંચ મધ્ય એશિયાઈ દેશોની મુલાકાત લીધી, જેને સીમા ચિન્હરૂપ માનવામાં આવે છે. ભારત અને આ દેશો વચ્ચે ઉર્જા, વેપાર, સંસ્કૃતિ અને અર્થશાસ્ત્ર ક્ષેત્રે કેટલીક મહત્વની સમજૂતી પર હસ્તાંક્ષર કરાયા.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ટોની અબોટ, પિપલ્સ રીપબ્લીક ઓફ ચાઈનાના રાષ્ટ્રપતિ શી જીંનપીંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સહિત વિશ્વના ઘણા અન્ય નેતાઓએ ભારતની મુલાકાત લીધી છે અને આ મુલાકાતથી ભારત તેમજ અન્ય દેશો વચ્ચે સહયોગ સુધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. વર્ષ ૨૦૧૫ના ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ બરાક ઓબામા પ્રમુખ અતિથિના રૂપમાં ભારતની મુલાકાત પર આવ્યા હતા. જે ભારત-અમેરિકા સંબંધોના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ. ઓગષ્ટ, 2015માં ભારતે FIPIC સમિટનું આયોજન કર્યું, જેમાં પેસેફિક ટાપુઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તેમાં ભારતના પેસેફિક ટાપુઓ સાથેની સંધિઓને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી.

કોઈ એક દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રૂપમાં ઉજવવાના નરેન્દ્ર મોદીના આહ્વાનને સંયુક્ત રાષ્ટ્રમાં જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયું. પહેલી વખત વિશ્વભરમાં ૧૭૭ દેશોએ એકજૂથ થઈને ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ સંયુક્ત રાષ્ટ્રમાં પારીત કર્યો.

તેમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦માં ગુજરાતના એક નાના શહેરમાં થયો હતો. જ્યાં તેઓ ગરીબ પરંતુ સ્નેહપૂર્ણ પરિવારમાં મોટા થયા, જેમની પાસે અર્થાભાવ હતો. જીવનની આરંભીક મુશ્કેલીઓથી તેમને સખત પરિશ્રમનો પાઠ મળ્યો તેમજ સામાન્ય માણસના પરિહાર્ય દુઃખોથી પણ તેમનો સાક્ષાત્કાર થયો. તેનાથી તેમને અલ્પાવસ્થામાં જ સ્વયંને સામાન્ય માણસ તેમજ રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવાની પ્રેરણા મળી. પ્રારંભિક વર્ષોમાં તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની સાથે કાર્ય કર્યું. તેમજ આ ઉપરાંત રાજ્ય સ્તર તેમજ રાષ્ટ્રીય સ્તર પર ભારતીય જનતા પાર્ટી સંગઠન સાથે કાર્ય કરતાં કરતાં રાજનીતિમાં જોડાઈ ગયા. શ્રી મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

વર્ષ ૨૦૦૧માં તેઓ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમણે મુખ્યમંત્રીના રૂપમાં ગૌરવપૂર્ણ ચાર કાર્યકાળ પૂર્ણ કર્યા. તેમણે વિનાશકારી ભૂકંપના દુષ્પ્રભાવથી લડી રહેલા ગુજરાતને ગ્રોથ એન્જીનના રૂપમાં પરિવર્તીત કર્યું, જેણે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

નરેન્દ્ર મોદી એક જન નેતા છે. તેઓ લોકોની સમસ્યાઓને દૂર કરવા તથા તેના જીવન સ્તરમાં સુધાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમને લોકોની વચ્ચે જવું, તેમની ખુશીઓમાં સામેલ થવું તથા તેમના દુઃખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. જમીની સ્તર પર લોકો સાથે તેમનો ઉંડો ‘અંગત સંપર્ક’ તેમની ઓનલાઈન હાજરીથી પૂરો થાય છે. તેઓ ભારતના સૌથી મોટા ટેકનો સેવી નેતાના રૂપમાં ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે વેબસાઈટનો ઉપયોગ કરે છે. તેઓ સોશ્યલ મીડિયાના ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય છે. જેમાં ફેસબુક, ટ્વીટર, ગુગલ પ્લસ, ઈન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લિન્ક્ડ ઈન, વાઈબો તથા અન્ય ફોરમ સામેલ છે.

રાજનીતિ ઉપરાંત, નરેન્દ્ર મોદીને લેખનનો પણ શોખ છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યા છે. તેમાં કવિતાઓ પણ સામેલ છે. તેઓ પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે. યોગ તેમના શરીર અને મન વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરે છે અને ખૂબ ભાગદોડભરી દિનચર્યામાં શાંતિની શક્તિ ભરે છે.

તેઓ એક એવા વ્યક્તિ, સાહસ, કરુણા અને વિશ્વાસના સાકાર રૂપ છે, જેને દેશે એ વિશ્વાસના આધારે પોતાનો જનાદેશ આપ્યો છે કે તેઓ ભારતનું પુનરુત્થાન કરશે અને તેને દુનિયાનું પથ-પ્રદર્શક બનાવશે.

http://www.narendramodi.in/categories/timeline
http://www.narendramodi.in/humble-beginnings-the-early-years
http://www.narendramodi.in/the-activist
http://www.narendramodi.in/organiser-par-excellence-man-with-the-midas-touch