પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં ફિલિપાઈન્સ સાથે થયેલા સમજૂતિના કરારને કેબિનેટની મંજૂરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષતામાં મંત્રીમંડળે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં ફિલિપાઈન્સ સાથે થયેલા સમજૂતિના કરારને (MOU) મંજૂરી આપી છે.

આ સમજૂતિના કરારને કારણે કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગમાં સુધારો થશે અને તે બંનેદેશો માટે પરસ્પર લાભકર્તા નિવડશે.

તેનાથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓમાં સુધારો થશે અને ઉત્પાદકતા બહેતર બનશે અને સાથે સાથે તેનાથી વૌશ્વિક બજારોની પ્રાપ્તી સુધરશે.

સમજૂતિના આ કરારને કારણે ચોખાની પ્રોસેસિંગ, મલ્ટી ક્રોપીંગ સિસ્ટમ, ડ્રાયલેન્ડ ફાર્મીંગ પધ્ધતિઓ, બાયોઓર્ગેનિક ફાર્મીંગ, ઘન અને પાણીની જાળવણી તેમજ વ્યવસ્થાપન, જમીનની ફળદ્રૂપતા, રેશમ ઉછેર, એગ્રો ફોરેસ્ટ્રી, પશુ ઓલાદમાં સુધારો વગેરે ક્ષેત્રોમાં સહયોગ પ્રાપ્ત થશે.

આ સમજૂતિના કરારની રચનામાં સરખી સંખ્યામાં પ્રતિનિધિત્વ ધરાવતા સંયુક્ત કાર્યકારી જૂથની રચના માટે જોગવાઈ કરવામાં આવેલી છે. આ સંયુક્ત કાર્યકારી જૂથ દર બે વર્ષે એક વાર ફિલિપાઈન્સ અને ભારતમાં વૈકલ્પિક રીતે મળશે.

RP