પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઇસીએસઆઈ – ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈ સાથે સંકળાયેલા તમામને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, કંપનીઓ કાયદાનું પાલન કરે અને તેમનાં હિસાબો યોગ્ય રીતે જાળવે એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર લોકો વચ્ચે આજે ઉપસ્થિત થવાની તેમને ખુશી છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની સેક્રેટરીઓની કામગીરી દેશમાં કોર્પોરેટ કલ્ચર સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સલાહ દેશનાં કોર્પોરેટ ગવર્નન્સનું વહન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં દેશમાં થોડાં લોકો છે, જેઓ આપણાં સામાજિક માળખાની પ્રામાણિકતાને નબળી પાડવા અને દેશનું સન્માન ઘટાડવા પ્રયાસરત છે. તેમણે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારનાં તત્ત્વોથી વ્યવસ્થાને મુક્ત કરવા કામ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનાં પ્રયાસોનાં પરિણામ સ્વરૂપે અર્થતંત્ર લેસ કેશ સાથે કામ કરી રહ્યું છે. વિમુદ્રીકરણ અગાઉ જીડીપીમાં રોકડ વ્યવહારોનો રેશિયો 12 ટકા હતો, જે સરકારનાં આ પગલાં પછી ઘટીને 9 ટકા થયો છે. પ્રધાનમંત્રીએ નિરાશાની લાગણી ફેલાવવા ઇચ્છતાં લોકોને ચેતવણી આપી હતી. પ્રધાનમંત્રીએ અગાઉ વૃદ્ધિ દર ઘટ્યો હોવાનાં દાખલા આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ક્વાર્ટરમાં ઘટીને 5.7 ટકા થઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે, અગાઉ વૃદ્ધિ દર ઘટવા માટે વધારે મોંઘવારી, ચાલુ ખાતાની ઊંચી ખાધ અને ઊંચી રાજકોષીય ખાધ જેવા પરિબળો જવાબદાર હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક સમયે ભારતની ગણતરી દુનિયામાં પાંચ સૌથી નબળાં અર્થતંત્રોમાં થતી હતી, જે વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં સુધારાને પાછાં પાડતાં હતાં.

અગાઉનાં ક્વાર્ટરમાં વૃદ્ધિમાં ઘટાડો થયો હોવાનો સ્વીકાર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આ ટ્રેન્ડને બદલવા એટલે કે દેશમાં વૃદ્ધિનો દર ફરી વધારવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક સુધારા સાથે સંબંધિત કેટલાંક નિર્ણયો લેવાઈ ગયાં છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની નાણાકીય કે આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. તેમણે ખાતરી આપી હતી કે, આગામી વર્ષોમાં સરકારનાં પગલાં દેશને વિકાસની નવી લીગમાં લઈ જશે. તેમણે કહ્યું હતું કે, ઇમાનદારીને પુરસ્કૃત કરવામાં આવશે અને ઇમાનદાર લોકોનાં હિતો જાળવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં ત્રણ વર્ષમાં રોકાણમાં મોટા પાયે વધારાની રૂપરેખા આપી હતી અને કેટલાંક ચાવીરૂપ ક્ષેત્રોમાં થઈ રહેલાં ખર્ચ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ગાળામાં 21 ક્ષેત્રોમાં 87 સુધારા હાથ ધરવામાં આવ્યાં હતાં. તેમણે રોકાણમાં મોટા પાયે વધારાનાં આંકડા પ્રસ્તુત કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને તેનાં આયોજનમાં ગરીબો અને મધ્યમ વર્ગની બચતનો સંચય થાય એવી સુનિશ્ચિતતા કરવા માટે કાળજી રાખવામાં આવી છે તેમજ તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, તેઓ નાગરિકો અને દેશને સક્ષમ બનાવવા કામ કરતાં હોવા છતાં તેમને કેટલાંક પ્રસંગે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પણ તેઓ દેશનાં ભવિષ્યને ગીરો ન કરી શકે.

***

આઇસીએસઆઈનાં સુવર્ણજયંતિનાં ઉદ્ઘાટન સમારંભમાં પ્રસ્તુત પ્રેઝન્ટેશન