પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં આઇઆઇટીમાં નવનિર્મિત કેમ્પસ દેશને અર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં આઇઆઇટીનું નવનિર્મિત કેમ્પસ દેશને અર્પણ કર્યું હતું.

તેમણે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન હેઠળ તાલીમાર્થીઓને સન્માનિત પણ કર્યા હતાં.
પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં એક જનસભાને સંબોધિત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં આઇઆઇટીનાં વિદ્યાર્થીઓ સામેલ હતાં. તેમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમે IIT-ans (આઇઆઇટીનાં વિદ્યાર્થીઓ) છો, જ્યારે હું ટી-અન હતો. જ્યારે હું યુવાન હતો, ત્યારે હું ચા વેચતો હતો. થોડાં વર્ષ અગાઉ આ જ તારીખે મેં પહેલી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. હું મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી ધારાસભ્ય બન્યો નહોતો. મેં નિર્ણય કર્યો હતો કે, હું જે પણ કરીશ, તે મારી સંપૂર્ણ ક્ષમતા સાથે કરીશ.”

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતનાં દરેક વિસ્તારમાં તમામ વયજૂથનાં લોકો અને સમાજનાં તમામ વર્ગો વચ્ચે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે જાણકારી ફેલાવવાની કામગીરી ચાલુ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તારીખ અને ઉંમરે આપણે ડિજિટલ માધ્યમોનાં ઉપયોગથી વંચિત ન રહી શકીએ. તેમણે ઉમેર્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા પારદર્શકતા, અસરકારક રીતે સેવા પ્રદાન કરવા અને સુશાસનની ખાતરી આપે છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણી શૈક્ષણિક સંસ્થાઓ પરીક્ષાથી સંચાલિત ન રહેવી જોઈએ તેમજ તેમાં ધ્યાન નવીનતા પર કેન્દ્રિત કરવું જોઈએ.

***

J.Khunt