પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા નજીક માધવ દાસ પાર્કમાં દશેરાની ઉજવણીમાં ભાગ લીધો; દેશ માટે સકારાત્મક પ્રદાનનો ‘સંકલ્પ’ લેવા લોકોને પ્રેરિત કર્યા 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક માધવ દાસ પાર્કમાં દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022માં દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે. ત્યાં સુધીમાં દરેક વ્યક્તિએ સકારાત્મક પ્રદાન કરવાનો ‘સંકલ્પ’ લેવો જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતીય તહેવારો એ ફક્ત કાર્યક્રમો નથી, પણ સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાનાં માધ્યમો છે. તહેવારો આપણને સમાજમાં મૂલ્યો વિશે જાગૃત કરે છે. તેઓ આપણને એક સમુદાય તરીકે જીવતાં શીખવે છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો આપણી સહિયારી તાકાત, સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિબિંબ છે. ઉપરાંત તહેવારોની સાથે ખેતી, નદી, પર્વતો, કુદરત વગેરે સંકળાયેલા છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાનું દહન પણ નિહાળ્યું હતું.

J.Khunt/GP