પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી કુંદન શાહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કુંદન શાહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી કુંદન શાહનાં અવસાનથી વ્યથિત છું. તેઓ સામાન્ય નાગરિકોનાં જીવન અને તેમનાં સંઘર્ષને દર્શાવવા રમૂજ અને કટાક્ષનો અદ્ભૂત ઉપયોગ કરવા માટે હંમેશા યાદ રહેશે. તેમનાં પરિવારજનો અને પ્રશંસકોને મારું આશ્વાસન. પરમ કૃપાળુ પરમાત્મા તેમનાં આત્માને શાંતિ આપે.”