પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા શ્રમદાન કર્યું, પશુધન આરોગ્ય મેળાની મુલાકાત લીધી, વારાણસીમાં શહનશાહપુરમાં જનસભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં શહનશાહપુર ગામમાં ટ્વિન પિટ શૌચાલયના નિર્માણ માટે શ્રમદાન કર્યું હતું. તેમણે લોકો સાથે વાત કરી હતી, જેમણે ગામને ઓપન-ડિફેકેશન-ફ્રી (ઓડીએફ – ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત) કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે શૌચાલયને “ઇજ્જત ઘર” નામ આપવાની પહેલની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગામમાં આયોજિત પશુધન આરોગ્ય મેળાની મુલાકાત લીધી હતી. તેમને સંકુલમાં હાથ ધરવામાં આવતી વિવિધ સ્વાસ્થ્ય અને તબીબી પ્રવૃત્તિઓ પર ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી. તેમાં પશુ પર સર્જરી, અલ્ટ્રાસોનોગ્રાફી વગેરે સામેલ છે.

આ પ્રસંગે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારને પશુધન આરોગ્ય મેળાનું સફળ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ નવો પ્રયાસ છે, જેનાથી રાજ્યમાં પશુ સંવર્ધન કે પશુપાલન ક્ષેત્રને લાભ થશે. તેમણે કહ્યું હતંન કે, દૂધના ઉત્પાદનમાં વધારો થવાથી લોકોને આર્થિક ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશના અન્ય વિસ્તારોની જેમ અહીં સહકારી ક્ષેત્ર ડેરી ક્ષેત્રમાં લાભને વધારવામાં મદદ કરી શકે છે.

શાસન માટે પ્રાથમિકતા તરીકે લોકોની સુખાકારી હોવાનું જણાવીને પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડથી ખેડૂતોને નોંધપાત્ર લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે, આપણે દરેકે વર્ષ 2022 સુધીમાં આપણા સ્વાતંત્ર્યસેનાનીઓના સ્વપ્નના ભારતને સાકાર કરવા માટે સકારાત્મક પ્રદાન કરવા પ્રતિજ્ઞા લેવી જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છતાની ભાવના આપણી જવાબદારી છે, જે દરેકમાં ખીલવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આ લાંબા ગાળે સુખાકારી સુનિશ્ચિત કરશે અને ગરીબોના સ્વાસ્થ્યનું સંરક્ષણ કરશે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા તેમના માટે પ્રાર્થના સમાન છે અને સાફસફાઈ ગરીબોની સેવા કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

TR