પીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલપ્રદેશની મુલાકાત લીધી, બિલાસપુરમાં એમ્સનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના બિલાસપુરની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ બિલાસપુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નું ખાતમુહૂર્ત કર્યું હતું. આ 750 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ અંદાજે રૂ. 1350 કરોડનાં ખર્ચે થશે. હેલ્થકેર ઉપરાંત હોસ્પિટલમાં નર્સિંગ તથા અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તરનું મેડિકલ શિક્ષણ પણ પ્રદાન કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પ્રાથમિક હેલ્થકેર માટે ડિજિટલ નર્વ સેન્ટર્સના શુભારંભ કરવાનાં પ્રસંગે તકતીનું અનાવરણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉનામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇઆઇઆઇટી)નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ કાંગરાનાં કન્દ્રોરીમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેલ)નાં સ્ટીલ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

NP/J.Khunt/Gp