પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શાસનની ઉપલબ્ધિઓ

શોધો
 • બેટી બચાઓ, બેટી પઢાઓ : કન્યા શિશુની કાળજી

  બેટી બચાઓ, બેટી પઢાઓ : કન્યા શિશુની કાળજી

  બેટા બેટી, એક સમાન એ આપણો મંત્ર હોવો જોઈએ ચાલો, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ. આપણને આપણી દીકરીઓ માટે એટલો જ ગર્વ હોવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એ પ્રસંગની ઉજવણી માટે પાંચ છોડ રોપજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે દત્તક લીધેલા ગામ જયાપુરના લોકોને સંબોધન કરતાં આ શબ્દો કહ્યા હતા. 22મી જાન્યુઆરી, 2015ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) અભિયાનની શરૂઆત કરી હતી. બીબીબીપી હેઠળ બાળ જાતિ દર (સીએસઆર)માં ઘટાડા તેમજ સમગ્ર જીવન-ચક્ર દરમિયાન મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને ...

 • જનતાને મળી JAMની તાકાત : જન ધન, આધાર અને મોબાઈલ

  જનતાને મળી JAMની તાકાત : જન ધન, આધાર અને મોબાઈલ

  ‘JAM’ પાછળનો દૃષ્ટિકોણ, અનેક પહેલોની આધારશિલા બનશે. મારી દૃષ્ટિએ, ‘JAM’ એટલે જસ્ટ એચિવિંગ મેક્ઝિમમ (માત્ર મહત્તમ મેળવવું). ખર્ચાતા પ્રત્યેક રૂપિયાનું મહત્તમ મૂલ્ય આપણા દેશના ગરીબો માટે મહત્તમ સશક્તિકરણ લોકો વચ્ચે ટેકનોલોજીનો મહત્તમ પ્રવેશ - નરેન્દ્ર મોદી સ્વતંત્રતાના 67 વર્ષ બાદ પણ ભારતની વસતીના વિશાળ હિસ્સા સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી ન હતી. મતલબ કે, તેઓ પાસે બચત માટે કોઈ સાધનો ન હતા કે સંસ્થાકીય ધિરાણ મેળવવા પણ કોઈ તક ન હતી. પ્રધાનમંત્રી મોદીએ 28મી ઓગસ્ટના રોજ આ મૂળભૂત સમસ્યા ઉકેલવા માટે પ્રધાનમંત્રી જન ધન યોજના લૉન્ચ કરી. ગણતરીના મહિનાઓમાં આ યોજના લાખો ભારતીયોના જીવન અને ભવિષ્યમાં જબરદસ્ત પરિવર્તન લાવી. એક જ વર્ષના ગાળામાં 19.72 કરોડ બેન્ક ...

 • વિકાસનો નવો અભિગમ: સાંસદ આદર્શ ગ્રામ યોજના

  વિકાસનો નવો અભિગમ: સાંસદ આદર્શ ગ્રામ યોજના

  સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરાઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો દૃષ્ટિકોણ જણાવ્યો હતો. આપણી સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક એ છે કે વિકાસ માટેનું આપણું મોડેલ પુરવઠા આધારિત છે. યોજના લખનૌ, ગાંધીનગર કે દિલ્હી ગમે ત્યાં ઘડાઈ હોય, એ જ યોજના દાખલ કરવાના પ્રયત્નો થાય છે. આપણે આ મોડેલ આદર્શ ગ્રામ દ્વારા પુરવઠા-આધારિતમાંથી બદલીને માંગ-આધારિત કરવું છે. આ માટે ગામડાની પોતાની અંતઃ પ્રેરણા હોવી જોઈએ. આપણે માત્ર આપણી વિચારધારા બદલવાની જરૂર છે. આપણે લોકોનાં હૃદય એકબીજા સાથે જોડવા પડશે. સામાન્ય રીતે, સાંસદો રાજકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે, પરંતુ હવેથી તેઓ જ્યારે ગામડે આવે ત્યારે કોઈ રાજકીય પ્રવૃત્તિઓ નહીં થાય. પરિવાર જેવું હશે. ...

 • ભારતની ઉદ્યોગસાહસિકતાની શક્તિને નિયંત્રણ મુક્ત કરવી

  ભારતની ઉદ્યોગસાહસિકતાની શક્તિને નિયંત્રણ મુક્ત કરવી

  હું દ્રઢપણે માનું છું કે ભારત પાસે ઉદ્યોગસાહસિકતાની ઢગલાબંધ ગુપ્ત શક્તિ છે, જેમાં સંવાદિતા લાવવાની જરૂર છે, જેથી આપણે રોજગાર માંગનારાઓ કરતાં વધુ રોજગાર આપનારાઓ હોય તેવો દેશ બની શકીએ. - નરેન્દ્ર મોદી મેઈક ઈન ઈન્ડિયા અભિયાન ભારતમાં માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ચાર સ્તંભ પર આધારિત છે. નવી પદ્ધતિઓ : મેઈક ઈન ઈન્ડિયા હેઠળ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એકમાત્ર સૌથી મહત્ત્વના પરિબળ તરીકે વેપારને સરળ બનાવવામાં આવે છે. નવી માળખાકીય સવલતો : આધુનિક અને સુગમ માળખાકીય સવલતોની ઉપલબ્ધિ ઉદ્યોગના વિકાસ માટે અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે. સરકાર ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને સ્માર્ટ સીટીઝ વિકસાવવા માંગે છે, જેથી આધુનિક અત્યંત ઝડપી ...

 • નમામિ ગંગે

  નમામિ ગંગે

  મે, 2014માં પ્રધાનમંત્રી મોદી જ્યારે સંસદમાં ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે સ્થિત વારાણસીની બેઠક પરથી ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘મા ગંગાની સેવા મળી એ મારું સદભાગ્ય છે’. ગંગા નદી માત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે એવું નથી, પરંતુ દેશની કુલ વસતીમાંથી 40 ટકા વસતી તેના કિનારે વસે છે. વર્ષ 2014માં ન્યુયોર્કમાં મેડિસન સ્ક્વેર ખાતે ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “જો આપણે ગંગાને સ્વચ્છ કરી શકીશું તો દેશની 40 ટકા વસતીને ઘણી મોટી મદદ મળશે. એટલે, ગંગાની સફાઈ પણ આર્થિક એજન્ડા છે.” આ સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે સરકારે નમામિ ગંગે નામે સુગ્રથિત ગંગા જાળવણી અભિયાન શરૂ કર્યું, જેથી ગંગા ...

 • ભારતના વિકાસને મળી મજબૂતી

  ભારતના વિકાસને મળી મજબૂતી

  આઝાદીના લગભગ 7 દાયકા બાદ હજુ પણ અંધકારમાં જીવતા 18000 ગામડાંઓને વીજળી આપવાનું મહત્ત્વાકાંક્ષી મિશન ભારતે હાથ ધર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આઝાદી દિવસના વક્તવ્યમાં જાહેર કર્યું હતું કે 1000 દિવસમાં વીજળી નહીં હોય તેવાં તમામ ગામડાંઓને વીજળી મળશે. ગ્રામીણ વિદ્યુતીકરણ ઝડપભેર થઈ રહ્યું છે અને માન્યામાં પણ ન આવે એટલી પારદર્શિતા સાથે આ કામ થઈ રહ્યું છે. જે ગામડાંઓ સુધી વીજળી પહોંચાડવામાં આવી રહી છે, તેનો ડેટા જાહેર જનતાને મોબાઈલ એપ્લિકેશન અને વેબ ડેશબોર્ડ દ્વારા ઉપલબ્ધ છે. જ્યારે આપણે માત્ર વીજળી જ ગામડાંઓ સુધી પહોંચી રહી છે, તેવું નોંધીએ છીએ, ત્યારે એ નોંધવું પણ જરૂરી છે કે આ ગામડાંઓમાં વસતા ...

 • ભારતીય અર્થવ્યવસ્થાને મળ્યો વેગ

  ભારતીય અર્થવ્યવસ્થાને મળ્યો વેગ

  એનડીએ સરકારના કાર્યકાળ હેઠળ ભારત દુનિયામાં સૌથી ઝડપી ઉભરતું અર્થતંત્ર બન્યું. આ ભારતીય અર્થતંત્ર માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. નિમ્ન વૃદ્ધિ, ઉંચા ફૂગાવા તથા ઘટતા ઉત્પાદનના સમયથી એનડીએ સરકારે ફક્ત અર્થતંત્રનો મૂળઢાંચાને જ શક્તિશાળી નથી બનાવ્યો પરંતુ અર્થતંત્રને ઉચ્ચ વૃદ્ધિ કરવાનું બળ આપ્યું છે. ભારતનો જીડીપી 7.4% છે જે દુનિયામાં ઝડપથી વિકાસ પામતા તમામ અર્થતંત્રોમાં સૌથી ઝડપી છે. માનક આપતી જુદી જુદી સંસ્થાઓ તથા વિચારકોના મતે એનડીએ સરકારના કાર્યકાળમાં આગામી વર્ષોમાં ભારતનો વિકાસ હરણફાળ ભરશે. એનડીએ સરકાર દ્વારા સુધારા કરીને ઢાંચો મજબૂત કરાયો છે. જેનાથી ભારતનો ક્રમાંક સ્થિરથી હકારાત્મક દિશામાં આગળ વધ્યો છે. જ્યારે બ્રિક્સનો પ્રારંભ થયો, ત્યારે મોટા ભાગના લોકોને એમ લાગતું ...

 • એક ખુશહાલ ભારત માટે મજબૂત ખેડૂત

  એક ખુશહાલ ભારત માટે મજબૂત ખેડૂત

  ખેતીને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લેવાયા ખેડૂત હંમેશા આપણા દેશનો આધાર રહ્યો છે અને એનડીએ સરકાર ઈનોવેશન અને કેટલાક મક્કમ ઉપાયો દ્વારા દેશના આ આધારને મજબૂત બનાવવની કોશિશ કરી રહી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની સુવિધાઓ સુનિશ્ચિત કરીને ઉપજ વધારશે. આ યોજનાનું વિઝન એ સુનિશ્ચિત કરવાનું છે કે પ્રત્યેક ખેતરને કોઈપણ રીતનું સુરક્ષાત્મક સિંચાઈનું સાધન ઉપલબ્ધ હોય. ખેડૂતોને સિંચાઈની આધુનિક પદ્ધતિઓના વિષયમાં શિક્ષિત કરાઈ રહ્યા છે. જેથી પાણીના ‘પ્રત્યેક ટીપાના બદલે મહત્તમ ઉપજ’ મળે. ખેડૂત સમૂહોને જૈવિક ખેતી પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી. પૂર્વોત્તર ક્ષેત્રમાં ઓર્ગોનિક ફાર્મીંગ અને ઓર્ગેનિક પ્રોડ્ક્ટસની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ...

 • કાયમની અભૂતપૂર્વ પારદર્શિતા

  કાયમની અભૂતપૂર્વ પારદર્શિતા

  દેશ હિતમાં પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન છેલ્લા દસકામાં જો કે મનમાની રીતે નિર્ણય લેવા, ભ્રષ્ટાચાર અને મન મરજીથી મહત્ત્વના નિર્ણયો લેવાની વાત ઘણી વખત સાંભળવા મળી, પરંતુ છેલ્લા એક વર્ષમાં સ્વાગત યોગ્ય બદલાવ જોવા મળ્યો છે. કોલસાની ફાળવણી રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે અતુલનીય તત્પરતા દર્શાવી પારદર્શી અને સમયબદ્ધ નિલામી સુનિશ્ચિત કરી. ૬૭ કોલસા બ્લોકની નિલામી અને ફાળવણીની પ્રક્રિયા ૩.૩૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. એ વિશે દિલ્હી હાઈકોર્ટે કહ્યું, “અમને એ તથ્યએ આશ્વસ્ત કર્યા છે કે હરાજીની પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થઈ. અમને આ પૂરી પ્રક્રિયા મનમાની રીતે કે અતાર્કીક લાગતી નથી. સ્પષ્ટ રીતે એવા કોઈ આરોપ નથી ...

 • એક ઉજ્જવળ ભવિષ્ય તરફ

  એક ઉજ્જવળ ભવિષ્ય તરફ

  એનડીએ સરકારે શિક્ષણ તથા કૌશલ્ય વિકાસને આપ્યું અદભૂત પ્રોત્સાહન શિક્ષણની ગુણવત્તા અને તેની પહોંચ વધારવા માટે ઘણાં વિશેષ ઉપાયો કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી કાર્યક્રમના માધ્યમથી બધા શિક્ષણ ઋણો તથા છાત્રવૃત્તિઓના પ્રશાસન અને દેખરેખ માટે એક પૂર્ણરૂપથી આઈટી આધારિત નાણાકીય સહાયતા પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવી. અધ્યાપનની ગુણવત્તા વધારવા માટે પંડિત મદનમોહન માલવિય શિક્ષક પ્રશિક્ષણ મિશન શરૂ કરવામાં આવ્યું. ભારતીય છાત્રોને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા માટે ગ્લોબલ ઈનીશીએટીવ ઓફ એકેડમીક નેટવર્ક (જીઆઈએએન)ની શરૂઆત કરવામાં આવી. તેના અંતર્ગત દેશના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ગરમી અને શિયાળાના વેકેશન દરમિયાન પૂરી દુનિયામાં સુવિખ્યાત શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓની જાણિતી ફેકલ્ટી, વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓને આમંત્રિત કરાશે. ઓનલાઈન શિક્ષણને સક્ષમ બનાવવા માટે ...

 • લોડ થઇ રહ્યું છે ... Loading