પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શ્રી ઇન્દરકુમાર ગુજરાલ

April 21, 1997 - March 19, 1998 | Janata Dal

શ્રી ઇન્દરકુમાર ગુજરાલ


શ્રી ઇન્દરકુમાર ગુજરાલે 21 એપ્રિલ 1997ના રોજ સોમવારે ભારતના 12મા પ્રધાનમંત્રીપદે શપથ લીધા હતા.
દિવંગત અવતાર નારાયણ ગુજરાલ અને દિવંગત શ્રીમતી પુષ્પા ગુજરાલના પુત્ર એવા શ્રી ગુજરાલે એમ.એ, બી.કોમ,પી.એચ.ડી, ડી લીટ સુધીનો અભ્યાસ કર્યો હતો. બિનવિભાજીત પંજાબના જેલમ ખાતે 4 ડિસેમ્બર, 1919ના રોજ તેમનો જન્મ થયો હતો. 26 મે, 1945ના રોજ શ્રીમતી શૈલા ગુજરાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. જેલમના યુવાનોએ સંગઠિત ચળવળ હાથ ધરી હોવાના કારણસર 1931માં પોલીસે તેમની ધરપકડ કરીને તેમને માર માર્યો હતો. 1942માં ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ વખતે તેમને જેલ થઇ હતી.
પ્રધાનમંત્રીપદ સંભાળતા પહેલા શ્રી ગુજરાલ 1 જૂન 1996થી વિદેશમંત્રીપદ સંભાળી રહ્યા હતા. 28 જૂન, 1996થી જ તેઓ જળસંસાધન મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા હતા. તે અગાઉ 1989થી 1990 દરમિયાન પણ તેમણે વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. 1976થી 1980 દરમિયાન તેઓ સોવિયત સંઘ ખાતે ભારતના રાજદૂત (કેબિનેટ રેન્ક) હતા. 1967થી 1976 દરમિયાન તેમણે નીચે મુજબ મંત્રીપદ સંભાળ્યા હતા.
– સંદેશાવ્યવહાર અને સંસદીય બાબતોના મંત્રી
– માહિતી- પ્રસારણ અને સંદેશાવ્યવહારના મંત્રી
– જાહેર બાંધકામ અને આવાસ મંત્રી
– માહિતી અને પ્રસારણમંત્રી
– આયોજનમંત્રી

સંભાળેલા સંસદિયપદો
જૂન 1996થી રાજ્યસભામાં ગૃહ નેતા: 1993થી એપ્રિલ 1996 દરમિયાન વાણિજ્ય અને કાપડ બાબતની સંસદિય સ્થાયી સમિતિના અધ્યક્ષ: એપ્રિલ 1996થી વિદેશ બાબતની સંસદિય સ્થાયી સમિતિના સભ્ય: 1964થી 1976, 1989થી 1991 દરમિયાન સંસદસભ્ય, 1992માં બિહારમાંથી રાજ્યપાલપદે ફરી ચૂંટાયા, પીટીશન કમિટિ, જાહેર હિસાબ સમિતિ, રાજ્યસભાની નિયમ સમિતિ, રાજયસભાની સબોર્ડિનેટ લેજિસ્લેશન કમિટિ, રાજ્યસભાની જ જનરલ પર્પઝ કમિટિ, વિદેશમંત્રાલયની સ્થાયી સમિતિમાં પણ સભ્યપદે તેમણે સેવા આપી હતી.
અન્ય મહત્વના હોદ્દા
ચેરમેન, દક્ષિણ-એશિયા સહકાર મોટની ભારતીય પરિષદ, મૂડી આયોજન અને નિયમન સમિતિના સભ્ય, આઇ.ડી.એસ.એ- અર્થાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડિઝ એન્ડ એનાલિસીસના ભૂતપૂર્વ અધ્યક્ષ, ઉર્દુને પ્રોત્સાહન માટેની સત્તાવાર સમિતિના અધ્યક્ષ, નવી દિલ્હી મ્યુનિસીપલ કાઉન્સીલના ઉપાધ્યક્ષ (1956-64) લાહોર વિદ્યાર્થી સંઘના પ્રમુખ, પંજાબ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી, વિરોધપક્ષોના સંયુક્ત મોરચાના કોલકાતા, શ્રીનગર અને દિલ્હી ખાતે મળેલા સંમેલનના પ્રવક્તા.
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધી મંડળો
1996માં સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભામાં પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળના નેતા, 1995માં જીનેવા ખાતે મળેલા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સત્ર માટેના ભારતીય પ્રતિનિધિમંડળના નેતા, 1990માં સંયુક્ત રાષ્ટ્ર સામાન્યસભા માટેના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ, 1990માં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આર્થિક વિકાસ માટે આયોજિત વિશેષ સત્રમાં પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળના નેતા, 1994 અને 1995માં યુનો ખાતેના ભારતીય પ્રતિનિધીમંડળના સભ્ય, 1977માં શિક્ષણ અને પર્યાવરણ મુદ્દે મળેલી યુનેસ્કો પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ, 1970, 1972, 1974માં મળેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધીમંડળના વૈકલ્પિક નેતા, 1973માં પેરિસ ખાતે મનુષ્ય અને નવી સંદેશાવ્યવહાર સિસ્ટમ મુદ્દે આયોજિત યુનેસ્કોના સેમિનારના અધ્યક્ષ, 1994માં કેનેડા ખાતે મળેલી કોમનવેલ્થ સંસદિય પરિષદમાં પ્રતિનિધિત્વ, 1967માં ઓસ્ટ્રેલિયાના કેનબેરા ખાતે મળેલી આંતરાષ્ટ્રીય સંઘની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ , 1974માં સ્ટોકહોમ ખાતે મળેલા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ અંગેના સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ, 1975માં ગેબોન, કેમરૂન, કોંગો, ચાડ અને રિપબ્લિક ઓફ સેન્ટ્રલ આફ્રિકા માટેના ભારતના વિશેષ રાજદૂત, 1966માં રિપબ્લિક ઓફ માલવીના ઉદ્ઘાટન સમારંભમાં ભારતના વિશેષ દૂત, 1961માં બલ્ગેરિયા ખાતેના વિશેષ રાજૂદત, રાષ્ટ્રપતિએ શ્રીલંકા, ભૂટાન ઇજીપ્ત અને સુદાનની મુલાકાત લીધી ત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે તેમની સાથે ગયા હતા. દક્ષિણ એશિયા સહકાર માટેની ભારતીય પરિષદના અધ્યક્ષ, 1961માં એશિયાઇ રોટરી કોન્ફરન્સના સહાધ્યક્ષ.
સામાજિક સંગઠનો સાથે જોડાણ
પ્રમુખ, નારી નિકેતન ટ્રસ્ટ અને એ.એન.ગુજરાલ મેમોરિયલ સ્કૂલ, જાલંધર (પંજાબ), પ્રમુખ, ભારત-પાક. મિત્ર મંડળી, દિલ્હી આર્ટ થિયેટરના સ્થાપક પ્રમુખ, લોક કલ્યાણ સમિતિના ઉપપ્રમુખ, 1960માં રોટરી ક્લબ ઓફ દિલ્હીના પ્રમુખ, 1961માં એશિયન રોટરી ક્લબ કોન્ફરન્સના સહાધ્યક્ષ.
વિશેષ રૂચિ
શ્રી ગુજરાલ લેખક છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગે ટીપ્પણીઓ આપવા જાણીતા રહ્યા છે. તેઓ થિયેટર પ્રવૃત્તિઓ અંગે પણ ટીપ્પણીઓ આપતા રહ્યા છે.