પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શ્રી ગુલજારીલાલ નંદા

May 27, 1964 - June 9, 1964 | Congress

શ્રી ગુલજારીલાલ નંદા


શ્રી ગુલજારીલાલ નંદાનો જન્મ 4 જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોર, આગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયાં. 1922માં અમદાવાદ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું. તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું તેમજ ફરી 1942થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહયા.

શ્રી નંદા 1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા તેમજ 1937થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદિય સચિવ (શ્રમ તેમજ ઉત્પાદ શૂલ્ક) રહ્યા. પાછળથી, બોમ્બે સરકારના શ્રમમંત્રી (1946થી 1950 સુધી)ના રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું. તેમણે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, હિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે તેમજ બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કાર્યું કર્યું. તેઓ રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય મજદૂર કોગ્રેસના આયોજનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પછીથી તેમના અધ્યક્ષ બન્યા હતા. 1947માં તેમણે જિનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં એક સરકારી પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ‘ધ ફ્રીડમ ઓફ એસોસિયેશન કમિટિ’ પર કાર્ય કર્યું તેમજ સ્વીડન, ફ્રાન્સ, સ્વીટ્ઝરર્લેન્ડ, બેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી. જેથી તેઓ એ દેશોમાં શ્રમ અને આવાસની સ્થિતિનું અધ્યયન કરી શકે.

માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમને સિંચાઇ તેમજ વિજળી વિભાગોનો પ્રભાર પણ અપાયો હતો. તેઓ 1952ની સામાન્ય ચૂંટણીમાં મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા અને ફરીથી યોજના સિંચાઇ તેમજ વિજળીમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. તેમણે 1955માં સિંગાપોરમાં આયોજિત યોજના સલાહકાર સમિતિ તેમજ 1959માં જિનેવામાં આયોજિત આંતરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

શ્રી નંદા 1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજનના કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પછીથી તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત થયાં હતા. તેમણે 1959માં જર્મની સંઘીય ગણરાજ્ય, યુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી.

1962ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાંબરકાંઠા ચૂંટણી ક્ષેત્રથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેમણે 1962માં સમાજવાદી લડાઇ માટે કોંગ્રેસ ફોરમની શરૂઆત કરી હતી. તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.

પંડિત નહેરુના નિધન બાદ તેમણે 27 મે 1964ના રોજ ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તાંશ્કદમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.