અમેરિકાના વેપાર-ધંધા આર્થિક વૃદ્ધિ માટે નવાં વિસ્તારો શોધી રહ્યા છે ત્યારે તેમનાં ઉત્પાદનો માટે બજારો, કૌશલ્ય ધરાવતા સંસાધનો એકઠા કરવા અને ઉત્પાદન અને મેન્યુફેક્ચરીંગ માટે વૈશ્વિક સ્થળો માટે ભારત તેમનો આદર્શ ભાગીદાર બની શકે તેમ છે. ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, વાર્ષિક 7.6 ટકાનો વિકાસ દર આપણી પરસ્પર સમૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરે છે.