અમે મોટા ભાગનાં ક્ષેત્રોને આપમેળે મંજૂરી હેઠળ મૂકી દીધાં છે અને સંરક્ષણ તેમજ રેલવે જેવાં ક્ષેત્રો વિદેશી રોકાણો માટે ખુલ્લાં મૂક્યાં છે. લાંબા સમયથી ઝોલા ખાઈ રહેલો વીમા ક્ષેત્રે સુધારાનો કાયદો સફળતાપૂર્વક પસાર થયો છે. અમેરિકાની કંપનીઓ સહિતની કેટલીક વીમા કંપનીઓએ વીમા ક્ષેત્રમાં તેમનાં રોકાણો વધાર્યાં છે. વેપાર કરવો વધુ સરળ બને તે માટે અમે મહત્ત્વનાં પગલાં લીધાં છે અને વૈશ્વિક રેન્કિંગમાં ઝડપભેર આગળ વધવાનું શરૂ કરી દીધું છે.