આજે, આપણે માત્ર ખેતરને સિંચાઈ આપનારો અને ઘરોમાં વીજળી પહોંચાડનારો પ્રોજેક્ટ શરૂ નથી કરી રહ્યા. આપણે પ્રદેશને પુનર્જીવિત કરી રહ્યા છે, આશા ફરી જગાવી રહ્યા છે, જીંદગી નવેસરથી શરૂ કરાવી રહ્યા છીએ અને અફઘાનિસ્તાનનું ભવિષ્ય ફરી ઘડી રહ્યા છીએ. આ ડેમ એ માત્ર વીજળી ઉત્પાદક જ નથી, પરંતુ અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે આશાવાદ અને વિશ્વાસ જન્માવનાર પણ છે.