આજે, તેની તમામ શેરીઓ અને સંસ્થાઓમાં, તેનાં ગામડાંઓ અને શહેરોમાં, તમામ આસ્થાઓ પ્રત્યે સમાન સન્માન અપાય છે અને અનેક ભાષાઓ અને બોલીઓના સુમધુર આલાપ વચ્ચે ભારત ઐક્ય સાધીને રહ્યું છે, ભારત ઐક્ય સાથે વિકાસ પામી રહ્યું છે, ભારત ઐક્ય સાથે ઉજવણી કરી રહ્યું છે.