આતંકવાદની સમસ્યા માટે વિશ્વએ ક્યારેય આતંકવાદ વિશે ભારતના વિચારો પર વિશ્વાસ કર્યો ન હતો. આ તો તમારા કાયદા અને વ્યવસ્થાની સમસ્યા છે એમ કહીને એ લોકો આ મુદ્દાને ટાળતા હતા. આજે આતંકવાદ વિશે ભારતના શબ્દો, દુનિયા સ્વીકારવા લાગી છે. આતંકવાદ અંગે ભારતનો સંવાદ, ભારતે આતંકવાદને કારણે વેઠેલું નુકસાન, માનવજાતને થયેલું નુકસાન, વિશ્વ આ બધું હવે ધ્યાન પર લેવા લાગ્યું છે. એટલે, હું માનું છું કે આપણે આ પ્રક્રિયા આગળ ધપાવવી જોઈએ. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ટાઈમ્સ નાઉ ન્યુઝ ચેનલ