આધુનિક ભારત તેના 70મા વર્ષમાં છે. મારી સરકાર માટે, બંધારણ તેનો પવિત્ર ગ્રંથ છે. અને, આ પવિત્ર ગ્રંથમાં, આસ્થા, વાણી અને મતાધિકારનું સ્વાતંત્ર્ય છે તેમજ કોઈ પણ પશ્ચાદ્ભૂમિકા ધરાવતા તમામ નાગરિકોને સમાનતા તેના મૂળભૂત અધિકારો તરીકે પ્રેમથી પાંગરેલી છે. મારા દેશના 80 લાખ લોકો દર પાંચ વર્ષે એકવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરે છે. પરંતુ દેશના 1.25 અબજ નાગરિકો એમનાં જીવનની પ્રત્યેક ક્ષણે જે સ્વતંત્રતા ભોગવી રહ્યા છે તેના દ્વારા ભયથી મુક્ત છે.