એક વર્ષ અગાઉ 1.25 બિલિયન લોકોએ માનવીય ઇતિહાસમાં સૌથી વિશાળ લોકશાહીની ચૂંટણીમાં બદલાવ અને પ્રગતિ માટે મતદાન કર્યું હતું. અમને એ બાબતનો ખ્યાલ છે કે સામાજીક અને આર્થિક વૈવિધ્ય ધરાવતા ભારતના પડકારો પણ અનેકવિધ છે પરંતુ અમે રાષ્ટ્રની એકતામાંથી આત્મ વિશ્વાસ કેળવ્યો છે. આ ઉપરાંત 35 વર્ષથી નીચેની વયના 800 મિલિયન યુવાનો ધરાવતા યુવા ભારતની આકાંક્ષાઓમાંથી અમે ઉર્જા મેળવી છે.