જીએસટી એ ભારતની આઝાદી પછીનો સૌથી મોટો કર સુધારો છે. આ સુધારાથી ભારતમાં મોટું પરિવર્તન આવશે. એનાથી કર ચૂકવણી એટલી હદે સરળ બનશે કે દેશ માટે પ્રદાન કરવા માગતી કોઈ પણ વ્યક્તિ આગળ આવી શકશે. તેનાથી સામાન્ય લોકોને તો તેનો લાભ થશે જ, પણ કર આવકોને કારણે દેશને સહાય થશે રાષ્ટ્રના વિકાસમાં સહાય થશે. તેનાથી રાજ્યો વચ્ચેની અવિશ્વાસની પરિસ્થિતિનો અંત આવશે. -પ્રધાનમંત્રી મોદીએ નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં