નીતિવિષયક સુધારો પેટ્રોલિયમ ક્ષેત્રે કરવામાં આવ્યો છે. નવી હાઈડ્રોકાર્બન એક્સ્પ્લોરેશન લાયસન્સિંગ પોલિસી હેઠળ કિંમત નિર્ધારણ અને માર્કેટિંગની સ્વતંત્રતા આપવામાં આવી છે અને કમાણીની વહેંચણીની પારદર્શી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. આને કારણે અમલદારશાહીનાં નિયંત્રણોનાં અનેક પ્રશ્નો દૂર થશે.