ભારતની વિકાસ યાત્રામાં દરેક ક્ષેત્રે અમેરિકાને હું અત્યંત આવશ્યક ભાગીદાર તરીકે જોઉં છું. તમારામાંથી ઘણા લોકો માનતા હશે કે ભારત મજબૂત અને સમૃદ્ધ હોય એ અમેરિકાના વ્યૂહાત્મક હિતમાં છે. ચાલો, સમાન લક્ષ્યોને વ્યવહારુ સહકારમાં ફેરવવા માટે સાથે મળીને કામ કરીએ. આ સંબંધને વધુ આગળ લઈ જવાથી બંને દેશોને મોટા પ્રમાણમાં લાભ થશે એ બાબત નિઃસંદેહ છે.