ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધોની વિશેષતા, અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીય મૂળના અમેરિકન સમુદાયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. અસાધારણ બાબત એ છે કે એક રાષ્ટ્રમાંથી દેશાંતર કરનારા લોકો અન્ય રાજ્યના દેશાંતરવાસી બની ગયા હોય, બંને દેશોમાં ભારે માન સન્માન અને પ્રતિષ્ઠા ધરાવતા હોય. અમેરિકામાં વસેલા ભારતીયો આપણાં વધતાં આર્થિક અને સાંસ્કૃતિક જોડાણોનું શક્તિશાળી બળ છે.