ભારત સમૃદ્ધ એશિયા જોવા ઇચ્છે છે, જ્યાં કોઇ રાષ્ટ્રની સફળતા બીજા રાષ્ટ્ર માટે તાકાત બની શકે છે. વૃદ્ધિ દેશમાં અને દેશ બહાર વધુ સમાવેશી હોવી જોઈએ. આ માત્ર રાષ્ટ્રીય સરકારની જ જવાબદારી નથી પરંતુ પ્રાદેશિક જવાબદારી પણ છે. ટૂંકમાં, ભારતની પ્રગતિ એશિયાની સફળતાની કહાની બનશે. અને તે આપણા એશિયાઈ સ્વપ્નને મોટી વાસ્તવિકતા બનાવવામાં મદદરૂપ બનશે.