મારા મતે ટેકનોલોજી – શોધો, શીખો, વિકસાવો અને અમલ કરો. તે ત્રણ (S) ને જોડે છે – સ્પીડ (ઝડપ), સિમ્પ્લીસીટી (સરળતા) અને સર્વિસ (સેવા). ટેકનોલોજી ઝડપી છે, ટેકનોલોજી સરળ છે અને ટેકનોલોજી લોકોને સેવા પૂરી પાડવાનું શ્રેષ્ઠ સાધન છે. તે શ્રેષ્ઠ શિક્ષક પણ છે. આપણે ટેકનોલોજી વિશે જેટલું વધુ શીખીએ અને ટેકનોલોજી દ્વારા જેટલું વધુ શીખીએ તેટલું સારું છે.