મારી કરવાનાં કાર્યોની યાદી લાંબી અને મહાત્વાકાંક્ષી છે. તેમાં મજબૂત કૃષિ ક્ષેત્ર સાથે ગતિશીલ ગ્રામીણ અર્થવ્યવસ્થા, દરેકને ઘર અને તમામ ઘરોને વીજળી, લાખો યુવાનોને કૌશલ્યપૂર્ણ બનાવવા, 100 સ્માર્ટ શહેરો વિકસાવવાં, એક અબજની વસતી સુધી બ્રોડ બેન્ડની સેવાઓ પહોંચાડવી અને દેશનાં ગામડાંઓને ડિજિટલ દુનિયા સાથે જોડવા તેમજ રેલવે, રસ્તા અને બંદરો માટે 21મી સદીની માળખાકીય સવલતો ઊભી કરવી. આ માત્ર આકાંક્ષાઓ નથી, તે ધ્યેય છે અને નવિનીકરણીય ઉર્જા પર વધુ ભાર મૂકીને કાર્બનનું લઘુતમ ઉત્સર્જન થાય એ રીતે નિર્ધારિત સમયમર્યાદામાં આ ધ્યેયો આંબવાનાં છે.