રોજગાર ગેરંટી યોજનામાં રકમની ઉચાપતમાં ધરખમ ઘટાડો અમે લાવ્યા છીએ અને એ નાણાં ખરેખર જેના માટે ફાળવવામાં આવ્યાં છે, તેવી વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. અમે દલાલોને બદલે લોકોને લાભ મળે તેવી મજબૂત અસ્ક્યામતો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.