શ્રમિકોના બજારને સુધારવા અને બેરોજગારોના લાભ માટે વધુ એક પગલું જાહેર કરતાં મને આનંદ થાય છે. સરકાર અને જાહેર ક્ષેત્રનાં એકમો ભરતી માટે અનેક પરીક્ષાઓ યોજે છે. અત્યાર સુધી, આ પરીક્ષાઓમાં મેળવેલા સ્કોરની માહિતી સરકાર જાળવી રાખશે. અમે પરિણામો જાહેર કરીએ ત્યાર બાદ ઉમેદવાર વિશેની માહિતી જ્યાં પણ ઉમેદવારની સંમતિ મળશે, ત્યાં તમામ નોકરીદાતાઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. ઉપરાંત, જે ક્ષેત્રોમાં જરૂર કરતાં વધુ શ્રમિકો છે, તો વધારાના શ્રમિકો જો રોજગાર ઉપલબ્ધ હોય તેવાં અન્ય ક્ષેત્રોમાં કામ કરવાની યોગ્યતા પણ ધરાવતાં હોય તો સરળતાથી જઈ શકશે.