સામાન્ય રીતે બેથી ત્રણ બાબતોની ચર્ચા થતી રહેતી હોય છે, પરંતુ આજે વિકાસની વાતો તમામ ક્ષેત્રોમાં થાય છે. વીજળીનું ઉત્પાદન ઊંચે ગયું છે અને સાથે સાથે માગ પણ વધી છે. માળખાગત સુવિધાઓ વિકસાવવાની કામગીરી પણ ઝડપભેર આગળ વધી રહી છે અને આ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે અર્થતંત્રમાં માગ છે. આ બધા પરથી એવું લાગે છે કે આપણે બહેતર દિવસો તરફ આગળ વધી રહ્યા છીએ. -પ્રધાનમંત્રી મોદીએ નેટવર્ક-18ને આપેલી મુલાકાતમાં