અદાર પૂનાવાલા, સીઈઓ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા
9-14 વર્ષની ઉંમરની છોકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રસી આપવાની ભારત સરકારની જાહેરાતને હું બિરદાવું છું. આશા અને આંગણવાડી કાર્યકર્તાઓને સ્વાસ્થ્ય કવચ પૂરું પાડવું, વધુ મેડિકલ કોલેજોની સ્થાપના કરવી અને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય યોજનાઓને સુવ્યવસ્થિત કરવી એ સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવે છે.