અનિશ શાહ, પ્રમુખ, ફિક્કી
બ્લૂ ઇકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઇવી ઇકોસિસ્ટમનું વિસ્તરણ અને તેને મજબૂત કરવું, સ્થાનિક પ્રવાસન અને મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનાં વિઝન તરફ દોરી જશે. "વચગાળાના અંદાજપત્રમાં સનરાઇઝ ડોમેન્સમાં સંશોધન અને વિકાસને વધારવા માટે પચાસ વર્ષના વ્યાજ મુક્ત લોન ઓફર કરવા માટે ₹1 લાખ કરોડના નોંધપાત્ર ભંડોળની રજૂઆત દ્વારા નવીનતાને વૃદ્ધિ માટેના મુખ્ય ચાલકબળ તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજકોષીય કામગીરી દેશની મેક્રોઇકોનોમિક સ્થિરતા અને રોકાણકારોના વિશ્વાસ માટે શુભ સંકેત આપે છે,