નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી અત્યાર સુધી આપણા દેશે મોટું પરિવર્તન જોયું છે. અગાઉ સરકારની નીતિઓ મતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હતી. એ દિવસોમાં સરકારની નીતિગત નિર્માણ દરમિયાન પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની હતી કે, તેમની સરકાર ફરી ચૂંટાઈને સત્તામાં આવે. અમારી સરકારની નીતિઓએ ક્યારેય એ બાબત ધ્યાનમાં લીધી નથી. નરેન્દ્ર મોદી સરકારની નીતિઓનો આશય એ પ્રકારના લોકો જેવો ક્યારેય રહ્યો નથી. એના બદલે અમારી સરકારનો આશય હંમેશા એવો છે કે, સરકારની નીતિઓ લોકોના હિત માટે બનવી જોઈએ.