“વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં શ્રી નરેન્દ્ર મોદીનાં વિજય સાથે ભારતમાં અનેક બાબતે ઇતિહાસ સર્જાયો હતો. તેઓ આઝાદી પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી હતાં. વળી તેઓ એવા નેતા પણ હતાં, જેઓ દિલ્હીનાં ભદ્રવર્ગનો ભાગ નહોતાં, કે પછી દિલ્હીમાં અગાઉથી સ્થાપિત થયેલા નેતા પણ નહોતા.”