“પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી મોટા સામાજિક પ્રયોગોમાંનાં એક પ્રયોગનું નેતૃત્વ કરી રહ્યાં છે. ભારત જેએએમ એટલે કે જનધન-આધાર-મોબાઇલ મારફતે ભારતીય સમાજમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વવ્યાપી બનાવવા અને ડિજિટલાઇઝેશન કરવા અગ્રેસર છે. જ્યારે વ્યાપક સ્તરે અને સાહસિકતાપૂર્વક આ પ્રકારનાં સામાજિક પ્રયોગો કરવાની વાત આવશે, ત્યારે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની પ્રશંસા કરવી પડશે. આ પ્રક્રિયાનાં ભાગરૂપે ભ્રષ્ટાચારને દૂર કરવાની સૌથી મોટી નીતિનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનું ઉદાહરણ 16 મિલિયન બોગસ રેશન કાર્ડ અને 35 મિલિયન એલપીજી કનેક્શન દૂર થયાં છે. તેઓ ફરિયાદોનું ઝડપી સમાધાન કરવા સોશિયલ મીડિયાનો સક્રિયપણે ઉપયોગ કરીને સરકારી નીતિમાં અભૂતપૂર્વ અને નવીન રચનાત્મકતા લાવવામાં સફળ રહ્યાં છે.”