મને ખરેખર ખુશી છે કે, વેપાર-વાણિજ્ય માટેનું વાતાવરણ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રીએ પોતે વેપાર-વાણિજ્ય માટે સરળતા ઊભી કરવા માટે અંગત ધ્યાન આપ્યું છે તેમજ સંપૂર્ણ સરકાર મારફતે આ અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. મારું માનવું છે કે, જો ભારતને આર્થિક રીતે સમૃદ્ધ થવું હોય, તો ભારતમાં વેપાર-વાણિજ્યને સરળ કરવા માટે સતત ધ્યાન કેન્દ્રિત કરવું – એ ઉચિત માર્ગ છે.