એન્થોની અલ્બેનીઝ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી તરીકે, મને પણ અવારનવાર લોકોની મોટી ભીડ સામે બોલવાની તક મળે છે. પરંતુ મારે કહેવું જ જોઇએ કે આજે રાત્રે અહીં તમારું સ્વાગત કરવા માટેનો ઉત્સાહ અને ઊર્જા અજોડ છે. મેં આ પહેલા બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને આ જ મંચ પર જોયા હતા, પરંતુ પીએમ મોદીને જે પ્રકારનો આવકાર મળ્યો હતો તેવો તેમને મળ્યો નહતો. પીએમ મોદી બોસ છે!