પ્રધાનમંત્રી મોદી અને તેમનું મંત્રીમંડળ કેન્દ્રીય સ્તરે ભ્રષ્ટાચાર ઘટાડવામાં ઘણી મહેનત કરે છે. મેં ભાગ્યે જ કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળી છે... હું માનું છું કે, પ્રધાનમંત્રી દ્રઢ, આર્થિક પ્રગતિની માનસિકતા ધરાવતી સરકારનું નેતૃત્વ કરે છે... આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે મોદી જેવા એક સક્ષમ રાષ્ટ્રીય નેતા છે, જેમને દેશની પ્રગતિમાં રસ છે. છેલ્લાં પાંચ વર્ષમાં મેં જોયું છે, અનુભવ્યું છે કે, એક નેતા જેનું ધ્યાન દેશ પર કેન્દ્રિત છે, શિસ્ત, સ્વચ્છતા અને આર્થિક બાબતો પર કેન્દ્રિત છે એ સારી બાબત છે. સરકાનું સાતત્ય એક સારી બાબત છે.