એન. બિરેન સિંહ – મણિપુરના મુખ્યમંત્રી
હું ઉડાન યોજના હેઠળ સમગ્ર દેશમાં પ્રાદેશિક જોડાણને વધારવા બદલ આદરણીય પ્રધાનમંત્રી @narendramodi અને નાણાં મંત્રી શ્રીમતી @nsitharaman જીની પ્રશંસા કરું છું. મણિપુર અને ઉત્તર પૂર્વનાં બાકીનાં ક્ષેત્રોમાં ઉડાન યોજના અંતર્ગત હવાઈ જોડાણમાં પરિવર્તન આવ્યું છે, જેણે પ્રવાસ, પ્રવાસન અને વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું છે, જેણે સંપૂર્ણ વિસ્તારનાં વિકાસમાં પ્રદાન કર્યું છે. સમગ્ર દેશમાં વધારાનાં એરપોર્ટની સાથે મધ્યમ વર્ગ ઝડપી અને વધારે વાજબી મુસાફરી માટે તેમની આકાંક્ષાઓને સાકાર કરશે. #viksitbharatbudget2025