મોદી સરકારે ખેડૂત પંચની કેટલીક ભલામણોનો અમલ કર્યો છે. તેમાં સુધારેલા બિયારણો પ્રદાન કરવાની, સંશોધિત વીમા પર કેન્દ્રીત ખેડૂત પંચની ભલામણો, સિંચિત વિસ્તારમાં વૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણમાં વધારા જેવી કૃષિ મંત્રાલયની જવાબદારીનો અમલ થયો છે. ગ્રામીણ મહિલાઓ ખેતીવાડીના કામમાં 50 ટકા પ્રદાન કરે છે. કૃષિ-વિશ્વવિદ્યાલયો અને ખાનગી ક્ષેત્ર મારફતે તેમની માર્કેટિંગ કુશળતાને પ્રોત્સાહન આપવા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.