આધુનિક ઓસ્ટ્રેલિયાની વાર્તા ભારતીય-ઓસ્ટ્રેલિયન કોમ્યુનિટી (સમુદાય) ના નોંધપાત્ર યોગદાનને સ્વીકાર્યા વિના કહી શકાય નહીં. ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન (નવીનતા) થી લઈને હેલ્થકેર (આરોગ્ય સંભાળ), શિક્ષણ, ટેકનોલોજી અને પબ્લિક સર્વિસ (જાહેર સેવા) સુધી, ભારતીય-ઓસ્ટ્રેલિયન સતત રાષ્ટ્રની સફળતાને આકાર આપવામાં યોગદાન આપી રહ્યા છે. જેમ-જેમ ભારત એક વૈશ્વિક આર્થિક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રસર છે, તેમ-તેમ વ્યાપાર, રોકાણ, શિક્ષણ, ટેકનોલોજી અને લોકો વચ્ચેના ઊંડા સંબંધોના માધ્યમથી આપણા બંને દેશો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે. સાથે મળીને, ઓસ્ટ્રેલિયા અને ભારત 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ વ્યાૂહાત્મક અને આર્થિક ભાગીદારીઓમાંથી એકનું નિર્માણ કરી રહ્યા છે.