“શ્રી નરેન્દ્ર મોદી એ પ્રકારનાં નેતા છે, મજબૂત નેતા છે, જેની આપણી લોકશાહી વ્યવસ્થાને જરૂર છે, જેથી દેશ તેની વણખેડાયેલી સંભવિતતા હાંસલ કરી શકે. તેમનાં માટે દેશ માનવીય સભ્યતાનાં વિકાસમાં અસાધારણ ભૂમિકા ભજવે છે. તેઓ ભારતે કરેલીઆર્થિક પ્રગતિ ઉપરાંત પ્રચૂર બૌદ્ધિક સંસાધનો ધરાવતા આપણાં દેશને દુનિયામાં ઉચિત સ્થાન મળવું જોઈએ તેવું દ્રઢપણે માને છે. તેઓ જે દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટ કરે છે એ જોવા આપણે દાયકાઓથી આતુર હતાં. તેમની દુનિયાનાં અગ્રણી નેતાઓ સાથે સહાનુભૂતિપૂર્ણ અને સૌજન્યપૂર્ણ સંબંધોનું નિર્માણ કરવાની ક્ષમતા તેમની રાજદ્વારી કુશળતા પ્રદર્શિત કરે છે.”