“અગાઉના મોટા ભાગના ભારતીય પ્રધાનમંત્રીઓથી વિપરીત નરેન્દ્ર મોદી ભારત અને તેના લોકોની પાયાની જરૂરિયાતોને સારી રીતે સમજે છે. તેમની વ્યક્તિગત પૃષ્ઠભૂમિ, શરૂઆતના વર્ષોમાં સમગ્ર ભારતનો પ્રવાસ, વારસાગત નહીં, પણ કામગીરીને આધારે રાજકીય કારકિર્દીમાં પ્રગતિ, ભારતના અતિ ગતિશીલ રાજ્યોમાંના એક રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો બહોળો અનુભવ – આ તમામ પરિબળોએ તેમને સૂઝબુઝ, રાજકીય અને વહીવટી સમજણ પ્રદાન કરી છે તથા આપણા દેશના વ્યાપ અને જટિલતાને સમજવાની ક્ષમતા આપી છે. તેમણે પોતાની વિશિષ્ટ વક્તૃત્વ શૈલી સાથે શરૂ કરેલા અનેક રાષ્ટ્રીય અભિયાનો તેમના બહોળા અનુભવની ફળશ્રુતિ છે.”