“તમારા (પ્રધાનમંત્રી મોદીના) ટેકનોલોજી અને સંશોધનના વિઝનને કારણે ઉદ્યોગ સાહસિકતાનું એક મોજું ફરી વળ્યું છે જેને કારણે વિકાસની દિશામાં સ્ટાર્ટ અપ ક્રાંતિનો તિખારો પેદા થયો છે. અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં જોડાતા જેમને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા અથવા દૂર કરાયા હતા તેમને તમારા 4 ડિજિટલ સાક્ષરના સ્વપ્નથી સક્ષમ બનાવાયા છે. આપણા સમાજને બદલી શકે તેવી કરોડો મહિલાઓને તમે ગૌરવ અને શક્તિ પ્રદાન કરી છે. સ્વચ્છ અને હરિયાળા ભારત માટેના તમારા મિશનથી દેશને સ્થિર ભાવિ પ્રદાન થશે. ભારત અત્યારે વિશ્વના મોખરાના રાષ્ટ્રની સમકક્ષ આવી ગયું છે તે તમારા વૈશ્વિક મુત્સદીપણાને આભારી છે.”