નાણાકીય વર્ષ 25-26 માટેનું કેન્દ્રીય બજેટ આશ્વાસન આપનારું છે, કારણ કે તેનાથી એ વિશ્વાસ પેદા થાય છે કે ભારત સ્થિર અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે યોગ્ય ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યું છે. 12 લાખ રૂપિયા સુધીનો કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરવાની સાથે વ્યક્તિગત આવકવેરામાં આપવામાં આવેલી નોંધપાત્ર રાહતથી લોકોના હાથમાં વધુ નાણાં આવશે અને ઘરેલુ વપરાશને વેગ મળશે.