પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સક્રિય વલણ, તેમની કલ્પનાશક્તિનો વ્યાપ તથા ભારત માટેની તેમની મહત્વાકાંક્ષા અને તેમના સહજજ્ઞાનને પરિણામે આપણો દેશ પુનરોત્થાન પામ્યો છે અને વૈશ્વિક સમુદાય તરફથી તેને પ્રશંસા અને આદર પ્રાપ્ત થયા છે. વર્તમાનમાં આત્મવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે ‘હું કરી શકું છું’ની લાગણી પ્રવર્તી રહી છે. તેમણે મજબૂત અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસનો પાયો નાખ્યો છે જે દરેકને માટે લાભદાયી છે. તેમણે પોતાને ભારતની પ્રજાના પ્રધાન સેવક ગણાવ્યા છે અને તેમના ખભે એક અબજથી વધુ લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરવાની જવાબદારી છે. તેમના નેતૃત્વથી પ્રેરિત થઈને તેઓ અને તેમની પ્રતિભાશાળી ટીમ પ્રજાજનોના આ સપના પૂર્ણ કરવા અવિરતપણે કામ કરી રહ્યા છે.