કેકી મિસ્ત્રી, વીસી અને સીઇઓ, એચડીએફસી
અમે કરવેરાની ચોક્કસ વ્યવસ્થાનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે વર્ષોથી લાગુ છે તથા તેમાં આપણે ઉછર્યા હોવાથી અનુકૂળતા છે. પણ સાથે સાથે કોઈ પણ નવી વ્યવસ્થા ટૂંકા ગાળા માટે આકરી લાગે છે, જે લાંબા ગાળા માટે આશીર્વાદરૂપ હોય છે. હકીકતમાં જીએસટી લાંબા ગાળે દેશને એક કરશે, એકસમાન કરવેરા વ્યવસ્થા ઊભી કરશે, તે કરવેરાની ચોરી અટકાવશે, જે અર્થતંત્ર માટે અતિ સારી બાબત છે.