ભારત હાલ વૈશ્વિક અર્થતંત્રની કટોકટીમાં ચમકતો સિતારો ગણાવવાને લાયક છે, કારણ કે ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, ખાસ કરીને હાલના મુશ્કેલ સમયગાળા દરમિયાન. પણ સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ વૃદ્ધિ ભારત સરકારનાં માળખાગત સુધારાનું પરિણામ છે.