ક્લાઉસ શ્વાબ, ચેરમેન અને સ્થાપક, ડબલ્યુઇએફ
હું પુનઃપ્રાપ્ય ઊર્જા માટે આબોહવાનાં કેસ પર ભારતનાં નિર્ણાયક પગલાં, વૈશ્વિક હેલ્થકેર ઇકોસિસ્ટમમાં તેનું પ્રદાન, મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ માટે આર્થિક મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ડિજિટલ સરકારી માળખા પર તેનાં નેતૃત્વની પ્રશંસા કરું છું. વૈશ્વિક ભૌગોલિક આર્થિક અને ભૌગોલિક રાજકીય કટોકટી વચ્ચે ભારત એક તેજસ્વી બિંદુ છે.