ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતને તેના પગ પર ઊભું કરવા માગે છે. તે આત્મ નિર્ભરતામાં માને છે. તેઓ કોઈના પ્રભાવમાં આવતા નથી કે આવવા માગતા નથી. તેઓ નવીનીકરણ અભિગમને ઝડપથી શીખી લે છે અને આત્મસાત કરી લે છે. તેમણે સાર્વભૌમ રાષ્ટ્રો સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં નવી ક્રાંતિ આણી છે. તેમનામાં પ્રચારોત્સાહ છે. એક અનુભવી વહીવટકર્તા તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય બાબતોમાં મજબૂત ભૂમિકા અદા કરીને ભારતનું સ્થાન બનાવ્યું છે. તેમનામાં ગરીબ તથા કોર્પોરેટ નેતાઓને સમજવાની અદભૂત માનસિક ક્ષમતા છે.”