જીએસટી દેશમાં કરવેરાના ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો છે. જીએસટી ચીજવસ્તુઓ અને સેવાઓ પર વિવિધ બહુસ્તરીય પરોક્ષ વેરાની અસરને દૂર કરશે તથા દેશના કેન્દ્રીય અને પ્રાદેશિક સ્તરે લાગતા કરવેરાને સમાવી લેશે તેવી આશા છે, આમ દેશ રાષ્ટ્રીય બજાર બનશે. જીએસટી આગામી વર્ષોમાં અતિ જરૂરી પારદર્શકતા અને ઊંચું રોકાણ લાવશે તથા અમને આશા છે કે કરવેરાની ઊંચી આવક અને રોકાણ મારફતે ભારતની જીડીપીમાં થોડા પર્સન્ટેજ પોઇન્ટનો વધારો કરશે.