જગદીશ ભગવતી
“નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યાં અગાઉ અને પછી હું કેટલીક વખત નરેન્દ્રભાઈને મળ્યો છું. મને “સુશાસન” પર તેમનો અભિપ્રાય જાણવાની તક મળી છે. હું તેમનાં ફક્ત એક જવાબનું પુનરાવર્તન કરી શકું, જે મને સારી રીતે યાદ છે. તેમણે સુશાસન વિશે કહ્યું હતું કે જો તેમને કોઈ ગામમાં બસ સ્ટોપનું નિર્માણ કરવું હોય, તો તેમને ફક્ત સિમેન્ટની જરૂર છે. પણ તો આ બસ સ્ટોપ પર સમયસર બસની અવરજવર ઇચ્છે છે. વધારે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, ઘણાં ગરીબ ગ્રામીણજનો બસમાં મુસાફરી કરે છે એટલે તેઓ મુસાફરો સાથે નમ્ર અને સન્માન સાથે વર્તે એવો કંડક્ટર પણ ઇચ્છે છે. મને શંકા છે કે, લાંબા સમયથી ભારત પર શાસન કરનાર દૂન સ્કૂલ અને ઓક્સબ્રિજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવું વિચારતા પણ હશે, તેઓ આવા મુદ્દા કોરાણે મૂકી દે છે.”